મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહીશોની હાલત કફોડી બની

અમદાવાદમાં વરસાદ બંધ થયાને પાંચ કલાક વીતવા છતાં પણ અને

તસવીર: gstv

અમદાવાદમાં વરસાદ બંધ થયાને પાંચ કલાક વીતવા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ખાસ કરીને શિક્ષાપત્રી સ્કાયવ્યુ જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં વાહનો અને ઘરવખરીના સામાનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી ભરાવાના કારણે સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાહનચાલકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે. શહેરમાં સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક અસરથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો