મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વસ્ત્રાલમાં યુવક પર ઘાતક હુમલો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં એક યુવકને બેફામ માર મારવાની ઘટના સામે

તસવીર: gstv

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં એક યુવકને બેફામ માર મારવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. રાધે ચેમ્બર પાસે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક ઈસમો દ્વારા યુવકને લોખંડની સ્ટીક વડે નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. આસપાસ મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવા છતાં હુમલાખોરો બેફામ બનીને હુમલો કરતા રહ્યા હતા. પ્રાથમિક તપાસ અને ચર્ચાઓ મુજબ, આ મારામારી યુવતી સાથે વાતચીત કરવાના મામલે થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનાની જાણ થતા રામોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો