VIDEO: રાજકોટના ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામથી શહેરમાં ૬૦ જેટલા ભુવા પડ્યા, અનેક વાહનો ફસાયા
રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદ બા

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદ બાદ જ ભૂગર્ભ ગટરના નબળા પેચવર્કને કારણે ઠેર-ઠેર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં ૪૦ થી ૬૦ જેટલા ભુવા પડ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ૩૦ થી ૪૦ વાહનો ફસાયા હોવાના અહેવાલ છે.રસ્તાઓ બિસ્માર બનતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ૧૫ જેટલા ઈજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી.




