VIDEO: પાટણમાં તલાટીઓનો વિરોધ ઉગ્ર 52 પ્રકારની કામગીરી રહેશે બંધ
પાટણ જિલ્લામાં આજથી તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીના બહિષ્કારની જ

પાટણ જિલ્લામાં આજથી તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીના બહિષ્કારની જાહેરાત કરી છે. અનિશ્ચિત મુદત સુધી આંદોલન ચલાવવાનું એલાન આપતાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. રેવન્યુ તલાટીની ભરતી બાદ તલાટી કમ મંત્રીઓને પંચાયતની કામગીરી સોંપવાના નિર્ણયનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્રણ વર્ષ અગાઉ સરકાર સાથે થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયનો અમલ ન થતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનના કારણે પંચાયતની 52 પ્રકારની કામગીરી બંધ રહેશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશને અગાઉથી લેખિત અલ્ટીમેટમ આપ્યા બાદ હવે આંદોલન શરૂ કર્યું છે.




