દાહોદ: જમીન કૌભાંડમાં હાઈકોર્ટનો આક્રમક મિજાજ, કંઈક ખોટું થયું હશે તો કલેક્ટર, SDM થશે ઘર ભેગા
દાહોદ જિલ્લામાં ખેડૂત નહી હોવા છતાં NA થયેલી જમીન ખરીદવાના વિવાદમાં સ્થાનિક મામલતદાર દ્વ

દાહોદ જિલ્લામાં ખેડૂત નહી હોવા છતાં NA થયેલી જમીન ખરીદવાના વિવાદમાં સ્થાનિક મામલતદાર દ્વારા અપાયેલી નોટિસોને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે કેસની સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો.
સમગ્ર પ્રકરણમાં કંઈક ખોટું થયું હશે તો અધિકારીઓ થશે ઘરભેગા
હાઈકોર્ટે એક તબક્કે એટલે સુધી માર્મિક ટકોર કરી હતી કે, જો સમગ્ર પ્રકરણમાં કંઈક ખોટું થયું હશે તો તમારા કલેક્ટર, SDM, મામલતદાર ઘેર જશે.
હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 15મી જુલાઈએ રાખી
સરકારપક્ષ તરફથી આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાની કોર્ટને હૈયાધારણ આપી અદાલતનો મિજાજ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તમે તમારા અધિકારીઓ સામે શું પગલાં લો છો તે બતાવો અને આ સમગ્રલ મામલે ખુલાસા સાથેનું સોગંદનામું રજુ કરો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 15મી જુલાઈએ રાખી હતી.
હાઈકોર્ટે મામલતદારની નોટિસ મુદ્દે સુનવાણીમાં ઝાટકણી કાઢી
હાઈકોર્ટે મામલતદારની નોટિસ મુદ્દે સુનવાણીમાં ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સરકારપક્ષે વેધક સવાલ કર્યા હતા કે, અરજદારો સામે કાર્યવાહી કરતાં પહેલાં તમે તમારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી? જો સરકારી કચેરીમાં કંઈ ખોટું થયું હોય તો ફરિયાદ થઈ છે કે નહી? હાઈકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકારને કહ્યું તમે તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરશો તે સહિતના મુદ્દે ખુલાસા સાથેનું સોંગદનામું રજૂ કરવા હુકમ કરી કેસની વધુ સુનાવણી 15 તારીખે રાખી હતી.






