'જો મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ', જામકંડોરણાના વેપારીનો વીડિયો વાયરલ
રાજકોટના જામકંડોરણાના મોટા ભાદરના વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વેપારીએ પોતાના પર થયેલા અત

રાજકોટના જામકંડોરણાના મોટા ભાદરના વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વેપારીએ પોતાના પર થયેલા અત્યાચારનો વિડિયો વાયરલ કર્યો હતો. વેપારીએ ગામના સરપંચ અને ઉપસરપંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ગામના સરપંચ તથા ઉપસંરપચે માર માર્યો
વેપારીએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લાઈવ કરીને ગામના સરપંચ તથા ઉપસંરપચે માર માર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ વેપારીએ જામકંડોરણા પોલીસ પર પણ વિડિયોમાં સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાને કરી ખંડિત, લોકોના ટોળા ઉમટ્યા
જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ
વેપારીએ જણાવ્યું કે મને પોલીસ સ્ટેશનમાંથ યોગ્ય ન્યાય મળ્યો નથી. વેપારીએ સોશિયલ મિડિયામાં આરોપ લગાવતા કહ્યું કે જો મને ન્યાય નહીં મળે તો હું આગામી સમયમાં પોતે કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી.






