'દારૂના વેપારના ખુલાસા બાદ યુવકે શાહપુર પોલીસ પર લગાવ્યા આરોપ, પોલીસકર્મીઓના ત્રાસથી કરીશ આત્મહત્યા'
અમદાવાદ પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા કર્મચારીઓથી ત્રસ્ત થયેલા વકીલાતના

અમદાવાદ પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા કર્મચારીઓથી ત્રસ્ત થયેલા વકીલાતના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રિવરફ્રન્ટમાં આપઘાત કરવાની ચીમકી આપતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
અમદાવાદ પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી
વકીલાતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાહપુર વિસ્તારમાં ચાલતા ઇંગલિશ દારૂના સ્ટેન્ડ મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો. ત્યારબાદથી શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ તથા અન્ય કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીને ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શાહપુર પોલીસ સ્ટેશનનાકર્મીઓ ખોટા કેસમાં ધરપકડ કરતા હોવાનો આરોપ
મોડી રાત્રે વિદ્યાર્થીનાઘરે આવીને શાહપુર પોલીસ સ્ટેશનનાકર્મીઓ તેની ખોટા કેસમાં ધરપકડ કરતા હોવાનો આરોપ પણ આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ કોર્ટ સમક્ષ શાહપુર પીઆઇ વિરુદ્ધ અરજી પણ કરી છે જે હાલ પેન્ડિંગ હોવાનું વીડિયોમાં જણાવવામાં આવ્યું છે.






