VIDEO: દિલીપ સંઘાણીનો મોટો ધડાકો! કહ્યું, 'મને વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યો'
ફિસરીશ કૌભાંડ મામલે ક્લિનચીટ મળ્યા બાદ ભાજપના આગેવાન દિલીપ સંઘાણીનો મોટો ધડાકો સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું
ફિસરીશ કૌભાંડ મામલે ક્લિનચીટ મળ્યા બાદ ભાજપના આગેવાન દિલીપ સંઘાણીનો મોટો ધડાકો સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે કોઈપણ કારણ વગર, કોઈપણ ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યો છે. ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય ન હતું, અચાનક મારું નામ ઉમેરવામાં આવ્યું. તપાસેલા 40 સાક્ષીઓએ ના પાડી કે દિલીપભાઈનો કોઈ રોલ નથી, તપાસ કરતા 3 IPS એ કીધું કે કોઈ રોલ નથી. તમામ સરકારી વકીલની વાત મારા તરફેણમાં હતી તેમ છતાં ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું.
હાઇકોર્ટમાં પણ મને સાંભળવામાં ન આવ્યો, એક તરફી વાત સાંભળી નિર્ણય આપવામાં આવ્યો. અંતે સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટથી મને ન્યાય મળ્યો. હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે કાયદાકીય સલાહ લીધી પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમમાં જવાના છે ત્યારે કેસ કરવું યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં હાઇકોર્ટ અને નીચલી અદાલતની ટીકા કરવામાં આવી હોવાની પણ દિલીપ સંઘાણીએ વાત કરી હતી. થોડા સમય અગાઉ જ સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીને ક્લીન ચીટ આપી છે.




