મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના અમરાપુરમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના, અગમ્ય કારણોસર માતા-પુત્રી કૂવામાં ખાબકતા બંનેનાં કરુણ મોત

VIDEO: પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે એક અત્યંત દુઃખદ અને ચકચારી ઘટના બની છે. એક પરિણીતા પોતાની નાનકડી દીકરી સાથ

તસવીર: GSTV

VIDEO: પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે એક અત્યંત દુઃખદ અને ચકચારી ઘટના બની છે. એક પરિણીતા પોતાની નાનકડી દીકરી સાથે કૂવામાં પડી જતાં બંનેના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે અમરાપુર ગામ સહિત સમગ્ર તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જાણો આખો મામલો 
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં સમી તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલા એક કૂવામાં કોઈ અગમ્ય કારણોસર પરિણીતા તેની માસૂમ દીકરી સાથે પડી ગઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને બંનેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, કૂવામાં પાણી વધુ હોવાને કારણે અથવા અન્ય કારણોસર માતા અને પુત્રી બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

પોલીસ તપાસ અને કાર્યવાહી
બનાવની જાણ થતા જ સમી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ પોલીસે બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પંચનામું કર્યું હતું. ત્યારબાદ મૃતદેહોને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સમી રૅફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહોને વાલી વારસોને સોંપવામાં આવ્યા હતા.

મોત પાછળનું રહસ્ય અકબંધ
પરિણીતાએ પોતાની દીકરી સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે કે પછી આ કોઈ અકસ્માત છે, તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સમી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ પારિવારિક કલેશ કે અન્ય કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો