મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપર આંદોલન સરકારની જાહેરાત બાદ સમિતિનું વલણ સ્પષ્ટ

જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના આજે ૧૭મા દિવસે મહત્

જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના આજે ૧૭મા દિવસે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે આંદોલન સમિતિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉપવાસી નેહુલ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર ન મળે અને સમિતિ તેનો સંપૂર્ણ અભ્યાસ ન કરે ત્યાં સુધી આંદોલન સ્થગિત કરવામાં આવશે નહીં. સરકારની જાહેરાતને પરિપત્ર સ્વરૂપે જોયા બાદ જ આંદોલન સમિતિ આગામી રણનીતિ અને ઉપવાસ આંદોલન અંગે અંતિમ નિર્ણય લેશે. હાલમાં ખેડૂતોનું આંદોલન અને આમરણાંત ઉપવાસ યથાવત રહેશે. ખેડૂતો પોતાની માંગણીઓ પ્રત્યે મક્કમ છે અને જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સમિતિએ મક્કમ નિર્ધાર કર્યો છે.

આ સમાચાર શેર કરો