મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપર ઉપવાસ આંદોલનના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ: વેપારીઓનું સ્વૈચ્છિક બંધ

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 14મો દિવસ છે, ત્યારે આ લડતને વેપારીઓ અને ગ્રામજનોનું વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. જેતપરના આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં આજે હળવદ માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યું છે. યાર્ડના વેપારીઓએ એક દિવસનું સ્વૈચ્છિક બંધ પાળીને ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.બંધના પગલે હળવદ યાર્ડમાં આજે કરોડો રૂપિયાનો વેપાર ઠપ્પ થઈ ગયો છે અને ખેડૂતો પણ પોતાની જણસી વેચવા માટે આવ્યા ન હતા. ખેડૂતો અને વેપારીઓ એક મંચ પર આવતા આંદોલન વધુ તેજ બન્યું છે. 

આ સમાચાર શેર કરો