મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના ખાડિયામાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી, મહિલાનું મોત, ત્રણ લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના ખા

અમદાવાદના ખાડિયામાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી, મહિલાનું મોત, ત્રણ લોકોનું રેસ્ક્યૂ
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે એક મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ મકાનમાં કુલ ચાર લોકો રહેતા હતા. મકાન ધરાશાયી થવાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ત્રણ લોકોનું રેસ્ક્યૂ, એકનું મોત

ફાયર વિભાગની ટીમે કાટમાળમાંથી ત્રણ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, એક મહિલાને મૃત હાલતમાં કાટમાળમાંથી કાઢવામાં આવી છે. મકાન કયા કારણોસર ધરાશાયી થયું તે અંગે તપાસ ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો