મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: બેફામ કારે બાઈક સવાર યુવાનોને લીધા અડફેટે, બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના રેલનગર વિસ્

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના:  બેફામ કારે બાઈક સવાર યુવાનોને લીધા અડફેટે, બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટના રેલનગર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક બેફામ કાર ચાલકે  2 બાઈક સવારને અડફેટે લીધા હતા.

બંન્ને બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

બંન્ને બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને લઈને પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી છે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

આ સમાચાર શેર કરો