મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગર: બેગમ ફ્રાય હોટલમાં ગેસનો બાટલો ફાટવાનો મામલો, 6 ઘાયલોમાંથી વધુ એકનું આજે મોત

સાબરકાંઠાના હિંમતનગરમાં થોડાક દિવસ પહેલા બેગમ ફ્રાય નામની હોટલમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. હોટલમા

હિંમતનગર: બેગમ ફ્રાય હોટલમાં ગેસનો બાટલો ફાટવાનો મામલો, 6 ઘાયલોમાંથી વધુ એકનું આજે  મોત

સાબરકાંઠાના હિંમતનગરમાં થોડાક દિવસ પહેલા બેગમ ફ્રાય નામની હોટલમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. હોટલમાં ધડાકાભેર બોટલ ફાટતા સાત લોકો દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અચાનક ગેસની બોટલનો બ્લાસ્ટ થતાં હોટલમાં અને  રસ્તા પર પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

દુર્ઘટનામાં ઘાયલ 6માંથી 2 ના સારવાર દરમિયાન મોત

આ દુર્ઘટના થયા પછી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે  સારવાર દરમિયાન એકનું અગાઉ મોત નિપજ્યું હતું, તો બીજી તરફ આજે વધુ એકનું મોત નિપજતા આંકડો 2 પર પહોંચ્યો હતો. જોકે કયા કારણોસર ગેસનો બાટલો ફાટ્યો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો