VIDEO: હાઈકોર્ટનો રાજ્ય સરકાર-સ્થાનિક તંત્રને જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ સામે સતત કાર્યવાહીનો નિર્દેશ
રાજ્યમાં જાહેર માર્ગો પરના ધાર્મિકે દબા

રાજ્યમાં જાહેર માર્ગો પરના ધાર્મિકે દબાણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહીનો મહત્વપૂર્ણ નિકાલ કર્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જાહેર માર્ગો પર દબાણ અને નવા બાંધકામો સતત ચાલતી પ્રક્રિયા છે, તેથી તેનો કોઈ અંત આવતો નથી. આથી અરજીનો નિકાલ કરતા કોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ગુજરાત સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હાઈકોર્ટે દર છ મહિને જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ દૂર કરવા માટે કરાયેલી કાર્યવાહીની વિગતવાર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોને આવા મામલાઓમાં સુઓમોટો કાર્યવાહી કરીને સતત મોનિટરિંગ કરવાનો આદેશ આપ્યો હતો.




