VIDEO: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: PSI વિભાગીય બઢતીનો માર્ગ મોકળો
ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયથી લાંબા સમયથી અટકાયેલી પોલીસ ભરતી પ્રક્

ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયથી લાંબા સમયથી અટકાયેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં નવી ગતિ આવી છે. કોર્ટે PSI વિભાગીય બઢતી પ્રક્રિયાને મંજૂરી આપતા બઢતીના નિયમોને પડકારતી અરજી ફગાવી દીધી છે અને પરીક્ષા પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યભરના અંદાજે 1,800 પોલીસ કર્મચારીઓ માટે અટવાયેલી બઢતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે. હવે PSIની ખાલી જગ્યાઓ વિભાગીય બઢતી દ્વારા ભરવામાં આવશે. હાઈકોર્ટના આ નિર્ણયને સરકારની પારદર્શક, નિયમબદ્ધ અને કાયદેસર બઢતી પ્રક્રિયાને સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં વહીવટી કામગીરીને પણ ગતિ મળશે.




