Video/ Gujaratમાં ગરમીનો પ્રકોપ વધ્યો; હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હીટવેવની આગાહી
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો જ


સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી દિવસો માટે હિટવેવની વિગતવાર આગાહી બહાર પાડી છે. આજે કચ્છ અને રાજકોટમાં હિટવેવ રહેવાની સંભાવના છે. તો આવતીકાલે વડોદરા, અમદાવાદ અને બનાસકાંઠામાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, વડોદરા અને કચ્છમાં હિટવેવ રહેવાની સંભાવના છે. ગરમીની સાથે સાથે દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ પણ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગરમીની અનુભૂતિ વધુ તીવ્ર થઈ શકે છે.


