VIDEO: દિલધડક એન્કાઉન્ટર: અમદાવાદ ક્રાઈમ જેસીપી પર હુમલો કરનાર હિસ્ટ્રીશીટર કલીમ પકડાયો, પગમાં મારી ગોળી!
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ક્રાઈમ બ્રાન્ચ અને રીઢા ગુન

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ક્રાઈમ બ્રાન્ચ અને રીઢા ગુનેગાર વચ્ચે દિલધડક એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર હુમલો કરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ ઉર્ફે ભૈયા પઠાણનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ એ જ આરોપી છે જેણે અગાઉ ઇસનપુર પોલીસ ચોકી બહાર બેસીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો વીડિયો બનાવ્યો હતો, જે મામલે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. પોતાને મોટો 'દાદા' ગણાવતા આ કલીમ ભૈયા પઠાણને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબી ફાયરિંગમાં જેસીપી શરદ સિંઘલે આરોપીના પગમાં ગોળી મારીને તેને ધૂળ ચટાડી દીધી હતી. ધરપકડ બાદ આરોપી પાસેથી ૪ જેટલી પિસ્તોલ મળી આવી છે. પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી કલીમ એક રીઢો હિસ્ટ્રીશીટર છે અને તેની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૩૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.


