મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: આરોગ્ય વિભાગે વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી કરી સસ્પેન્ડ, ક્લેઈમની રકમ સાથે થતાં હતા ચેડા

ગુજરાતનું આરોગ્ય તંત્ર અમદાવાદમાં ખ્યાતિહોસ્પિટલ કાંડ પછી સફાળું જાગ્યું છે. PMJAY હેઠળ આવતી હ

રાજકોટ: આરોગ્ય વિભાગે વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી કરી સસ્પેન્ડ, ક્લેઈમની રકમ સાથે થતાં હતા ચેડા

ગુજરાતનું આરોગ્ય તંત્ર અમદાવાદમાં ખ્યાતિહોસ્પિટલ કાંડ પછી  સફાળું જાગ્યું છે. PMJAY હેઠળ આવતી હોસ્પિટલોનું ચેકિંગ વધાર્યું છે.  રાજકોટની વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં કલેઇમની રકમમાં ચેડા થતા હોવાની વાત આરોગ્ય વિભાગને ધ્યાને આવી હતી.

હોસ્પિટલ ક્લેઈમ મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી

હોસ્પિટલ ક્લેઈમ મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. ખ્યાતિકાંડ બાદ અલગ-અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો આરોગ્ય વિભાગે રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં ચેકિંગ પણ કર્યુ હતું. આ પહેલા પણ રાજ્યના આરોગ્ય વિભાગે વિવિધ શહેરોમાં તપાસ કરીને કેટલીક હોસ્પિટલોને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો