VIDEO:NEET UG 2026 પુનઃ પરીક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
આવતીકાલે સમગ્ર દેશમાં NEET UG ૨૦૨૬ની પુનઃ પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેના માટે ગુજરાત પો

આવતીકાલે સમગ્ર દેશમાં NEET UG ૨૦૨૬ની પુનઃ પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેના માટે ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પેપર ટ્રાન્સપોર્ટેશનથી લઈને આન્સર શીટ્સના પરિવહન સુધીના દરેક તબક્કે અત્યંત કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા NTA સાથે પોલીસ તંત્ર સતત સંકલનમાં છે. ડમી ઉમેદવારોને રોકવા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સોશિયલ મીડિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. પરીક્ષા કેન્દ્રોની બહાર ભીડ ન થાય તે માટે જિલ્લા પોલીસને વિશેષ સૂચનાઓ આપી દેવામાં આવી છે.




