GSTV અને કલાસ્મૃતિ કેમ્પસમાં "સોના ઇંઢોણી રૂપા બેડલું" ગરબાની રમઝટ, ખેલૈયાઓ મનમુકીને ઝૂમ્યા
GSTV અને કલાસ્મૃતિ દ્વારા ભવ્ય રાસ ગરબા "સોના ઇંઢોણી રૂપા બેડલું"નું સફળ આયોજન કરવામાં આવ્ય

GSTV અને કલાસ્મૃતિ દ્વારા ભવ્ય રાસ ગરબા "સોના ઇંઢોણી રૂપા બેડલું"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજનમાં ખેલૈયાઓ મનમુકીને ઝૂમ્યા હતા. જીએસટીવી કેમ્પસમાં યોજાયેલા ભવ્ય રાસ ગરબાના આયોજનમાં અમદાવાદના મેયરથી લઇને પોલીસ કમિશનર સહિતના મહાનુભવોએ હાજરી આપી હતી.
અભિલાષ ઘોડા અને તીહાઇ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા જીએસટીવી અને કલાસ્મૃતિની સાથે આ ભવ્ય રાસ ગરબાને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.
આ કલાકારો રહ્યાં હાજર
રાગી જાની, ચીકા ખરસાણી, ચેતન દૈયા, રામ મોરી, રાધા મહેતા, પ્રીતી શીનોલ, શીલ્પા ઠાકર, મેહુલ પટેલ, કામીની પટેલ, દિનેશ કાબરા, મૌલીક ચૌહાણ, શિલ્પા દેસાઇ, પાર્થ તારપરા, નિરાલી જોષી, જાણીતા ગીતકાર પ્રશાંત કેદાર જાદવ, તુષાર સાધુ, જય પંડ્યા, હેતલ ગૌતમી, મેઘા ગજ્જર






