મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તંત્રની ઘોર બેદરકારી: જૂનાગઢના ઓઘડનગરમાં ખુલ્લી ગટર બની મોતનો કૂવો

જૂનાગઢના ઓઘડનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતી એ

જૂનાગઢના ઓઘડનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જતાં રસ્તા વચ્ચે આવેલી ખુલ્લી ગટર જીવતી આફત બની ગઈ હતી. આ જીવલેણ લાપરવાહીના રૂંવાડા ઊભા કરી દે તેવા લાઈવ ફૂટેજ પણ જાહેર થયા છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના અંદાજ વિના એક મહિલા પોતાના બાળકો સાથે સીધી ગટરમાં ખાબકે છે, જ્યારે એક બાઇક સવાર પણ ત્યાં જ પટકાય છે. સદનસીબે સ્થાનિક યુવાનોએ તાત્કાલિક દોડી આવી તમામનો આબાદ બચાવ કર્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી.આ ઘટનાથી સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈનો જીવ જશે ત્યારે જ તંત્ર જાગશે? ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ હોય તો આગળ શું થશે? હાલ રહેવાસીઓ તાકીદે ગટર પર ઢાંકણું બેસાડવાની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો