મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, વડોદરામાં પાણીની મુખ્ય લાઈન તૂટી

વડોદરા શહેરના હરીનગર બ્રિજ નીચે આવેલા સાઈબાબા મંદિર પાસે મહાનગરપાલિકા (VMC)ની કામગીરી દરમિ

વડોદરા શહેરના હરીનગર બ્રિજ નીચે આવેલા સાઈબાબા મંદિર પાસે મહાનગરપાલિકા (VMC)ની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જવાની ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે લાખો ગેલન શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી જતાં ભારે વેડફાટ થયો હતો. માર્ગો પર પાણી જ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, આ લાઈન તૂટવાના કારણે હરીનગર વિસ્તારના અનેક ઘરોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, જેથી સ્થાનિક નાગરિકો પીવાના પાણીથી વંચિત રહ્યા છે. તંત્રના પાપે સર્જાયેલી આ સ્થિતિને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો