મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, માઇક્રોસ્કોપ મશીન બંધ રહેતા ગરીબ દર્દીઓના ઓપરેશન ઠપ્પ

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમ

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે, જ્યાં આંખ વિભાગનું મહત્વનું માઈક્રોસ્કોપ મશીન લાંબા સમયથી બંધ હાલતમાં હોવાને કારણે ગરીબ દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની ઉદાસીનતાને લીધે મોતિયા અને વેલ જેવા આંખના તમામ જરૂરી ઓપરેશનો અટકી પડ્યા છે, જેના કારણે દૂર-દૂરથી સારવાર માટે આવતા દર્દીઓને ધરમધક્કા થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હવે ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ભાવના ઓપરેશન કરાવવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સરકાર આરોગ્ય પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરે છે, ત્યારે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં એક મશીનના વાંકે આરોગ્ય સેવાઓ ખોરવાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો