Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ મામલે GPCBએ મનપાને નોટિસ ફટકારી; ઝેરી પાણીના નિકાલ માટે અપાઈ સૂચના
સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી રહસ્યમય આગે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર

સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી રહસ્યમય આગે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. 40 કલાકથી વધુ સમય વીતવા છતાં આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકા સામે કડક વલણ અપનાવ્યું છે. GPCBના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ દ્વારા ખજોદ સાઈટની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ આગની તીવ્રતા અને તેની પર્યાવરણ પર થતી અસરોનું નિરીક્ષણ કર્યું હતું. આગ ઓલવવા માટે અત્યાર સુધીમાં લાખો લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.
કચરાના ઢગલામાંથી પસાર થઈને બહાર આવતું આ પાણી અત્યંત ઝેરી અને પ્રદૂષિત હોય છે. GPCBએ આ બાબતને ગંભીરતાથી લઈ સુરત મનપાના સોલિડ વેસ્ટ વિભાગને નોટિસ ફટકારી છે. બોર્ડે સૂચના આપી છે કે આ પ્રદૂષિત પાણીનો નિકાલ સામાન્ય રીતે કરવાને બદલે યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે. GPCB દ્વારા આ સમગ્ર ઘટના, આગ લાગવાના સંભવિત કારણો અને મનપાની કામગીરી અંગેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ આગામી દિવસોમાં ગાંધીનગર મુખ્ય કચેરી ખાતે સુપરત કરવામાં આવશે.સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર આ આગ ઓલવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે.




