મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સારું શિક્ષણ મેળવવાનું ગ્રામ્યના વિદ્યાર્થીઓનું સપનું રોળાયું, પાંચ હજારથી વધુ સરકારી શાળા થઈ બંધ

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાઈ રહ્યું છે. સારું શિક્ષણ મેળવી ઉમદા

સારું શિક્ષણ મેળવવાનું ગ્રામ્યના વિદ્યાર્થીઓનું સપનું રોળાયું, પાંચ હજારથી વધુ સરકારી શાળા થઈ બંધ

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાઈ રહ્યું છે. સારું શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ર ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું રોળાયું છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી.

32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી 

રાજ્ય સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું કામ કરી રહી છે. 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.

શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ 

ગ્રાન્ટેડ પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે,  ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. 

આ સમાચાર શેર કરો