મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતભરમાં છેવાડાના વિસ્તારોના પાણી માટે વલખાં, કરોડોના ખર્ચ પછી પણ સરકારની યોજનાઓ નિષ્ફળ

એક તરફ ઉનાળાની ભયંકર ગરમીની શરુઆત થઈ ચૂકી છે પરંતુ કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ ગુજરા

ગુજરાતભરમાં છેવાડાના વિસ્તારોના પાણી માટે વલખાં, કરોડોના ખર્ચ પછી પણ સરકારની યોજનાઓ નિષ્ફળ

એક તરફ ઉનાળાની ભયંકર ગરમીની શરુઆત થઈ ચૂકી છે પરંતુ કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ ગુજરાતભરમાં અનેક ગામડાઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે અનેક યોજનાઓ શરુ કરવામાં આવે છે. આ યોજનાઓ શરુ તો થાય છે પરંતુ પુરી ક્યારેય નથી થતી. એવામાં રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પીવાના પાણી માટે તરફડતા લોકોએ પોતાની સમસ્યા અંગે સ્થાનિક કચેરીઓમાં રજુઆત કરી છે.

બનાસકાંઠામાં પીવાના પાણી માટે 5 કિમી ચાલીને જવું પડે છે

બનાસકાંઠા જિલ્લાનાં છેવાડાના અમીરગઢ તાલુકાને સરકારે વિકાસશીલ તાલુકાનું બિરુદ આપવામા આવી રહ્યું છે, પરંતુ અહિંના વિકાસનું એક કડવું સત્ય સામે આવ્યુ છે. જીલ્લાની જીવાદોરી એવી બનાસ નદીના કાંઠે વસેલું અમીરગઢ તાલુકાના તાબામાં આવતા કાકવાડા ગામમાં પીવાના પાણીના પોકારો પડી રહ્યા છે. બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પીવા માટે પાણીની સુવિધાના નામે મીંડું છે. પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતાં લોકોને ઝાડા ઊલટી જેવા રોગો થઈ રહયાં છે. છેલ્લા બે વર્ષથી આ સમસ્યાનો સામનો ગામલોકો કરી રહ્યા છે છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી, શું તંત્ર કોઈ મોટી મહામારી થવાની રાહ જોઈ બેઠું છે?

ગામમાં પાણી ન મળતા બાઈકો પર પાંચ કિલોમીટરના અંતરે પાણી ભરવા માટે જવું પડે છે. પાસે આવેલ બનાસ નદી વેરડી બનાવી તે પાણીને ગાળી પીવાલાયક બનાવી ગૃહિણીઓ એક કિલોમીટર ચાલીને માથે બેડલા ઉપાડી પાણીનું સિંચન કરી રહી છે. રાત્રીના દરમ્યાન ઓચિંતી પાણીની જરૂર પડે તો આવા રસ્તા પરના દીકરીઓને પાણી માટે એકલા આવવું પડી રહ્યુ છે જે વાલીઓમાં એક ચિંતાનો વિષય બન્યું છે.

ગામમાં બનાવેલ નવા બોરમાં સારુ પાણી છે પરંતુ તે કનેકશન વિના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેલ છે માટે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગે અને કોઇ મહામારી પગપેસારો કરે તે પહેલા કાકવાડા ગામની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો રજુઆત રહી રહ્યા છે જો લોકોની અરજને ધ્યાને લેવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી મુખ્ય કચેરીઓમાં ધરણાં કરવાની ચિમકી ત્રસ્ત આવેલ લોકો આપી રહ્યા છે.

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કરોડો ભષ્ટ્રાચાર

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કરોડો ભષ્ટ્રાચાર થતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. નલ સે જલ યોજના હેઠળ કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયા ચુકવાયા પણ પાણી આવ્યું નહીં. પંચમહાલના ગોધરા શહેરા કાલોલ મોરવા હડફ સહિતના તાલુકાઓમાં નલ સે જલ યોજનામાં મોટાપાયે કરોડોનો ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. તંત્ર કૌભાંડી કોન્ટ્રાકટરોને માત્ર નોટીસો આપી સંતોષ માની રહ્યું છે. પાઈપલાઈન કરી નળો નાખવામાં આવ્યા પણ ટીપું પાણી આવ્યું નહીં. વિપક્ષ સહિત શાસક પક્ષના નેતાઓએ પણ અનેક વખત રજૂઆતો કરી પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની બુમરાણ શરૂ થઈ ગઈ છે. નલ સે જલ યોજનામાં સરકારે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો પરંતુ નળમાં ટીપું પાણી ન પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના નેતા મેદાનમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા મુદ્દે ખુદ ભાજપ નેતા જ સામે આવી ગયા છે. ગામડાઓ પાણી માટે વલખા મારે છે સૌની યોજનાના કામો પુરા કરવા ભાજપ નેતા મોહન પટેલે માંગ કરી છે. વઢવાણ મુળી ધ્રાંગધ્રાના 49થી વધુ ગામોમાં સૌની યોજના પાછળ 293 કરોડના કામો મજુર કરી વર્કઓડર આપી દેવામાં આવ્યા છે, પરંતુ કામો શરૂ ન થતા લોકોમાં રોષ ભભૂક્યો છે. ગામડાના તળાવોના તળિયા દેખાય છે. તાત્કાલિક કામો પુરા કરવા ભાજપના જ ખેડૂત નેતા મોહન પટેલે કરી સરકાર સમક્ષ માંગ કરી છે. તળાવો ખાલી થતા માલઢોરને પીવાનું પાણી પણ નથી મળતું. 3 ગામોમાં યોજનાને મંજૂરી પણ કામો શરૂ ન થતા પાણી સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો