મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Suratમાં હિટ એન્ડ રન; સચિન હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવતીનું મોત, 2 ઈજાગ્રસ્ત

સુરત શહેરના સચિન હાઈવે પરવધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ આવી રહેલા એક ટ્રક ચા

Suratમાં હિટ એન્ડ રન; સચિન હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવતીનું મોત, 2 ઈજાગ્રસ્ત
આ સમાચાર સાંભળો

સુરત શહેરના સચિન હાઈવે પરવધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને પાછળથી જોરદાર ટક્કર મારતા 23 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, સચિનના વાંજ ગામ પાસેથી એક બાઈક પર પરિવારના ત્રણ સભ્યો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને અડફેટે લીધી હતી.  આ અકસ્માતમાં 23 વર્ષીય યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મૃતકની માતા સહિત પરિવારના અન્ય એક સભ્યને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો