VIDEO: ઉનાના સાંકડા ગામમાં જળબંબાકાર
સોર્સ : gstv
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તાલુકાના સાંકડા ગામમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે

