Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Saila-Sudamda highway has become a mess: Motorists are troubled by potholes everywhere

VIDEO: સાયલા-સુદામડા હાઈવે બન્યો બિસ્માર: ઠેર-ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાયલા-સુદામડા હાઈવે સાવ બિસ્માર બનતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બોટાદ, પાળીયાદ અને સારંગપુરને જોડતા આ મુખ્ય માર્ગ પર, ખાસ કરીને સુદામડાથી સાયલા વચ્ચેનો ૧૨ કિલોમીટરનો રસ્તો ભારે ખરાબ થઈ ગયો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરેલા મસમોટા ખાડાઓ રાજ કરી રહ્યા છે, જેના લીધે વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે.ખાડાઓથી બચવા વાહનચાલકો રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવા મજબૂર બન્યા છે, જેનાથી નાના-મોટા અકસ્માતો વધી રહ્યા છે. નિંભર તંત્ર દ્વારા રીપેરીંગ બાબતે કોઈ ધ્યાન ન અપાતા, સ્થાનિકોમાં ભારે રોષ છે અને તાત્કાલિક રસ્તો મરમ્મત કરવાની માંગ ઉઠી છે.

App Store