Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Rudra form of Arabian Sea in Devbhoomi Dwarka, 15 feet high waves, revelers take selfies on shore despite order of Tantra

VIDEO: દેવભૂમિ દ્વારકામાં અરબ સાગરનું રૌદ્ર સ્વરૂપ, 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, તંત્રના આદેશ છતાં કિનારે સેલ્ફી લેતા સહેલાણીઓ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દ્વારકાધીશની નગરી દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગની ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબ સાગરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં યાત્રાધામના તટીય વિસ્તારોમાં ભયાનક મોજા ઉછળી રહ્યા છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

App Store

ગોમતી ઘાટ અને ભડકેશ્વર ખાતે 15 ફૂટ ઊંચા મોજા

હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ, ગાયત્રી બીચ તેમજ ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં 10થી 15 ફૂટ જેટલા ઊંચા રાક્ષસી મોજા ઉછળતા જોવા મળ્યા છે. પવનની તીવ્ર ગતિ અને દરિયાના ધસમસતા પ્રવાહને કારણે કિનારાના વિસ્તારોમાં વાતાવરણ અત્યંત ભયાનક બની ગયું છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો તેમજ બહારથી આવતા યાત્રાળુઓ-પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા કડક આદેશ જારી કરવામાં આવ્યા છે.

જોખમ છતાં પ્રવાસીઓ બેદરકાર: સેલ્ફી અને વીડિયો શૂટિંગનો ક્રેઝ

એક તરફ તંત્ર દ્વારા વારંવાર માઇકિંગ કરીને અને ચેતવણી આપીને દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કેટલાક સહેલાણીઓ પોતાની સુરક્ષાને નેવે મૂકી રહ્યા છે. દરિયાના ઉછળતા મોજા અને જોખમી વાતાવરણ વચ્ચે પણ પ્રવાસીઓ કિનારે ઉભા રહીને સેલ્ફી લેતા અને રીલ્સ/વીડિયો શૂટિંગ કરતા નજરે પડ્યા હતા. દરિયામાં ભારે કરંટ હોવાથી નાનો એવો અકસ્માત પણ મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પ્રવાસીઓને દરિયા નજીક જતાં અટકાવવા કડક બંદોબસ્ત ગોઠવવાની કામગીરી શરૂ કરી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News