Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Big blow to Congress in Devbhoomi Dwarka Three veteran leaders joined Aam Aadmi Party

VIDEO: દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો ત્રણ દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો છે. "સંગઠન સંકલ્પ અભિયાન" હેઠળ કોંગ્રેસના ત્રણ મજબૂત આગેવાનો જીવાભાઈ આંબલીયા, પરબતભાઈ હડિયલ અને ભરતભાઈ નકુમ વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા છે. આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તમામ નેતાઓને પાર્ટીનો ખેસ પહેરાવીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નામે માત્ર વાતો થાય છે અને છેલ્લા ૩૦ વર્ષના શાસનમાં ૫,૦૦૦ જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે સરકારી શાળાઓ બંધ કરી શિક્ષણનું ખાનગીકરણ કરવું એ ગરીબ બાળકોના ભવિષ્યની હત્યા સમાન છે અને ગરીબો-મજૂરોની પીડા સામે અવાજ ઉઠાવવો એ તેમની નૈતિક ફરજ છે. આ પક્ષાંતરથી દ્વારકામાં આપ વધુ મજબૂત બની છે.

App Store