VIDEO: દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ઝડપાયું નકલી ઘી
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતેથી એસ.ઓ.જી. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રેઇડ દરમિયાન ભેળસેળયુક્ત નકલી ઘી ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ગાયત્રીનગર વિસ્તારમાં દરોડો પાડીને અમરીબેન પુનાભાઈ ઘોડા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા દેશી ઘીમાં વેજીટેબલ ઘી અને અન્ય કેમિકલ ભેળવીને નકલી ઘી બનાવી તેનું વેચાણ કરતી હતી. વિજ્ઞાન અને આરોગ્યની દૃષ્ટિએ આ પ્રકારનું કેમિકલયુક્ત અને ભેળસેળવાળું ઘી માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

