વિરમગામ નજીક LPG ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું, 4 શખ્સોની ધરપકડ
અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ રોડ પર આવેલી એક હોટલ પર ગ્રામ્ય SOGના સ્ટાફે દરોડા પાડ્યા હતા. LPG ગેસની

અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ રોડ પર આવેલી એક હોટલ પર ગ્રામ્ય SOGના સ્ટાફે દરોડા પાડ્યા હતા. LPG ગેસની ચોરી કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
રામદેવ હોટલનો માલિક ટેન્કરમાંથી બારોબાર ગેસ સિલિન્ડર ભરીને કરતો હતો વેચાણ
અમદાવાદ ગ્રામ્ય પોલીના SPG ગ્રુપને બાતમી મળી હતી કે વિરમગામ-માલાવણ હાઈવે પર રામદેવ હોટલનો માલિક દેવરામ ચૌધરી બહારથી આવતા LPG ગેસ ટેન્કરને તેની હોટલ પાછળ બોલાવીને ટેન્કરના સીલમાં ચેડા તકીને તેમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરે છે.
ત્રણ ટેન્કરના સીલ સાથે ચેડા કરીને ભરવામાં આવતા હતા ગેસ સિલિન્ડર
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે ત્રણ ટેન્કરના સીલ સાથે ચેડા કરીને ગેસ સિલિન્ડર ભરવામાં આવતો હતો, ત્યાં હાજર એક ટેમ્પોમાં 36 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. હોટલ માલિક ગેસ ટેન્કર ચાલકને એક ગેસ સિલિન્ડર દીઠ પાંચસો રૂપિયા ચૂકવતો હતો.






