સુરતમાં ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિ કાર્યક્રમ, પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ મહિલાઓને ડ્રીમ ચાઈલ્ડ અંગે અપાયું માર્ગદર્શન
આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે, ત્યારે આ તમામ અ

આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે, ત્યારે આ તમામ અવઢવને દૂર કરતો અનોખો ‘ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાયો હતો. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઈલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મદાલસા, પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવાજી, લવ-કુશ અને ભરત જેવી કૃતિઓથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી. 50થી વધુ કલાકારો અને 50થી વધુ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો, એકપાત્રીય અભિનય, નૃત્યો, વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં ઝઘડો થયા બાદ યુવકને ઉતારાયો મોતને ઘાટ, તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યારા ફરાર
ઘર બેઠાં ગર્ભ સંસ્કારની માહિતી
ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર અંગે ધવલ છેટાએ કહ્યું કે ‘ભારતનો આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિ કાર્યક્રમ છે. આજના આ કાર્યક્રમમાં 600થી વધુ ગર્ભવતી મહિલાઓ સજોડે હાજર રહી હતી. અને તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા, પોતાની ગર્ભયાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી, તે અંગેની માહિતી મેળવી હતી. સાથે જ અનેક મહાપુરુષોની માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવાં જ તેજસ્વી, ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય, તેવું માર્ગદર્શન મેળવ્યું હતું. તથા અત્યારના યુગમાં પણ ઘરે બેઠાં કેવી રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય છે, તે અંગે જાણકારી મેળવી હતી.’
જ્ઞાન સાથે આનંદની અનુભૂતી
ગર્ભ સંસ્કાર ટ્રેઈનર જીતેન્દ્ર સર દ્વારા ‘જેવું વાવશો, તેવું લણશો.’ થીમ સાથે સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ માતાઓને ખેડૂત બનાવી, વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટીવીટીઓ પણ કરાવવામાં આવી હતી. સાથે જ તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સંતાન સાથે અત્યારથી જ એટેચમેન્ટ થાય, તેવા પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવી હતી, કે જેથી સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ આનંદની અનુભૂતિ થઈ હતી.
ગર્ભયાત્રા આસાન અને આનંદદાયક
ગર્ભ સંસ્કાર યાત્રા સાથે જોડાયેલ પાયલ મેંદપરાએ કહ્યું કે ‘મારા પ્રથમ બાળક વખતે અમે ગર્ભ સંસ્કાર માટે ડ્રીમ ચાઈલ્ડ સાથે જોડાઈને પ્લાનિંગ કર્યું હતું અને એ બાળકમાં આજે તમામ સંસ્કારો જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળક કરતાં તેનામાં ઘણી બધી વિશેષતા જોવા મળે છે, ત્યારે પ્રથમ બાળકના ત્રણ વર્ષ બાદ અમે બીજા બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે ફરીથી આ અલૌકિક માર્ગદર્શન સાથે, અમે અમારા આવનાર બાળક માટે, પણ ગર્ભ સંસ્કાર ક્રાંતિમાં જોડાવા બાબતે એટલા જ ઉત્સાહી છીએ. આ માર્ગદર્શન અમને સમગ્ર ગર્ભ યાત્રા દરમિયાન મળતું રહેતું હોવાથી પ્રેગ્નેન્સી દરમિયાન જે મુશ્કેલીઓ પડતી હોય છે, તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે અને સામાન્ય ગર્ભવતી કરતાં અમારી ગર્ભ યાત્રા ખૂબ જ આનંદદાયક રહે છે.’








