Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Terror of anti-social elements in Dahegam GIDC: 25-30 people entered the crane service station and caused heavy vandalism

VIDEO: દહેગામ GIDCમાં અસામાજિક તત્વોનો આતંક: ક્રેન સર્વિસ સ્ટેશનમાં ઘૂસી 25-30 શખ્સોએ કરી ભારે તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક આવેલી જીઆઈડીસી (GIDC) માં અસામાજિક તત્વોએ માઝા મૂકી છે. દહેગામ પાસે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ક્રેન સર્વિસ સ્ટેશનમાં ૨૫ થી ૩૦ લોકોના ટોળાએ ધસી આવીને ભારે તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટના પાછળ ધંધાકીય હરીફાઈ અથવા અદાવત હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

App Store

શું છે સમગ્ર ઘટના?
મળતી વિગત મુજબ, દહેગામ GIDCમાં આવેલા ક્રેન સર્વિસ સ્ટેશનમાં અચાનક 25થી 30 જેટલા અસામાજિક તત્વોનું ટોળું લાકડીઓ અને પથ્થરો સાથે ત્રાટક્યું હતું. આ ટોળાએ સર્વિસ સ્ટેશનમાં પડેલા જેસીબી (JCB) અને અન્ય ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. તોડફોડના કારણે સર્વિસ સ્ટેશનના માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

આરોપીઓના નામ આવ્યા સામે
આ હિંસક તોડફોડમાં મુખ્યત્વે ભાવિન સોલંકી, અરબાજ પઠાણ અને ગોપાલ નામના શખ્સોના નામ સામે આવ્યા છે. આ શખ્સોએ અન્ય ૨૦ થી ૨૫ માણસો સાથે મળીને આતંક મચાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તોડફોડ કરનાર શખ્સો ખૂબ જ ઉશ્કેરાયેલા હતા અને સ્ટેશનમાં હાજર કર્મચારીઓને પણ ડરાવ્યા હતા.

ધંધાકીય અદાવતની આશંકા
પ્રાથમિક તપાસમાં આ બબાલ ધંધાકીય બાબતે થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તોડફોડની આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં દિવસે-દહાડે થયેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.