VIDEO:હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું
સોર્સ : GSTV
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ટ્રફ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને તાપમાન 40થી 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

