Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: 'Heavy' rains disrupt life in state, over 7,500 people evacuated

VIDEO: રાજ્યમાં 'ભારે' વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 7,500થી વધુ લોકોનું સ્થળાંતર

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 રાજયમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે , ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 222.10 મિ.મી. વરસાદ નોંધાયો છે. સુરતમાં જળબંબાકરની સ્થિતિથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સુરત સહિતના વિસ્તારોમાં મેઘતાંડવની પરિસ્થિતિમાં જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે પૂર વચ્ચે 7,500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પંચાયત હસ્તકના 403 રસ્તાઓ અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. બીજી તરફ, રાજ્યમાં અતિભારે વરસાદને પગલે નર્મદા ડેમ 65% ભરાયો છે, જ્યારે 11 ડેમ હાઈ-એલર્ટ પર છે.

App Store