Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Shri Ghantakarnaveer miraculous havan will be held on Kali Chaudas at Mahudi Jain Tirtha

મહુડી જૈનતીર્થ ખાતે કાળીચૌદસે યોજાશે શ્રીઘંટાકર્ણવીરનો ચમત્ત્કારિક હવન,GSTV પર નિહાળી શકશો LIVE

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
મહુડી જૈનતીર્થ ખાતે કાળીચૌદસે યોજાશે શ્રીઘંટાકર્ણવીરનો ચમત્ત્કારિક હવન,GSTV પર નિહાળી શકશો LIVE
સોર્સ : GSTV

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી (મધુપુરી) જૈનતીર્થ ખાતે 20 ઓક્ટોબર,સોમવારે કાળીચૌદસ નિમિતે ઘંટાકર્ણવીરની પૂજા,હવન તેમજ પ્રક્ષાલન વિધિનો કાર્યક્રમ યોજાશે. કાળી ચૌદસના પવિત્ર દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં જૈન પરિવારો અને દાદાના ભક્તો પવિત્ર યાત્રાધામ મહુડી પધારશે અને હવનમાં જોડાઇને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછડીની ગાંઠ વળશે. 

App Store

બપોરે 12:39 વાગ્યાના શુભ મુર્હૂતે હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવશે. આ દિવસે શ્રદ્ધાળુંઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગના કંદોરાની 108 ગાંઠો વાળશે. પહેલો ડંકો વાગતા  જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની ૧ ગાંઠ વાળવામાં આવશે.સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે.

શ્રી મહુડી(મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ઓક્ટોબરે, સોમવારે  કાળીચૌદસ નિમિતે ઘંટાકર્ણવીરની પૂજા, હવન તેમજ પ્રક્ષાલન વિધિના આ વિશેષ કાર્યક્રમનો લહાવો આપ સૌ GSTVના માધ્યમથી ઘરે બેઠા લઇ શકો છે.  સમગ્ર હવન GSTV પર લાઈવ નિહાળી શકશો. ઉપરાંત GSTVની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GSTVNEWS અને ફેસબુક પર https://www.facebook.com/GSTV.NEWS પર પણ હવનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.