Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Heavy next 3 hours in Gujarat! Red-Orange Alert in several districts including Ahmedabad, major warning from Meteorological Department

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની મોટી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
સોર્સ : gstv

ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 25 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 195થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ ત્રણ કલાકનું નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જાણો કયા જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી છે.

App Store

હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી 3 કલાક (25 જુલાઈએ સાંજે 4થી 7 વાગ્યા સુધી) માટે 'નાઉકાસ્ટ' ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદની સંભાવના)

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી.

મધ્ય ગુજરાત: સુરેન્દ્રનગર અને મોરબી.

રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદની આગાહી)

રાજ્યના મોટાભાગના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા.

મધ્ય અને દક્ષિણ ગુજરાત: ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ.

યલો એલર્ટ (હળવાથી મધ્યમ વરસાદ)

રાજ્યના પૂર્વપટ્ટીના કેટલાક જિલ્લાઓ જેમ કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીના કેટલાક ભાગોમાં યલો એલર્ટ એટલે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તંત્રની સાવચેતીની અપીલ

હવામાન વિભાગ દ્વારા નાગરિકોને આગામી 3 કલાક દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજળીના થાંભલા કે મોટા વૃક્ષો નીચે ઉભા ન રહેવા અને નદી-નાળા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.