Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Weather Forecast: Meteorological Department predicts rain in Gujarat for the next 6 days

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

Timeછેલ્લું અપડેટ : 29 May 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

Rain Forecast : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જૂન સુધી રાજ્યના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 28 મેના સવારે 6 વાગ્યાથી 29 મેના સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યા છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

App Store

30-31 મે અને 1 જૂનની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે શુક્રવારે 30 મેના રોજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 
 
2થી 4 જૂનની આગાહી
રાજ્યમાં આગામી 2થી 4 જૂન દરમિયાન જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં આજે ગુરુવારે (29 મે) સવારના 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો. જ્યારે ગત 28 મેના સવારે 6 વાગ્યાથી 29 મેના સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીના મોડાસામાં 2.36 ઈંચ, પાટણના સારસ્વતમાં 2.17 ઈંચ, પાટણમાં અને આણંદના આંકલાવમાં 1.97 ઈંચ, મહેસાણામાં 1.81 ઈંચ, સાબરકાંઠાના પોસીનામાં 1.77 ઈંચ, મહેસાણાના ઊંઝામાં અને આણંદમાં 1.69 ઈંચ, પાટણના સિદ્ધપુર અને મહેસાણાના વિજાપુરમાં 1.54 ઈંચ, અરવલ્લીના મેઘરજમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે.