Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Raid on hookah bar operating in Brew-Roast Cafe on SG Highway in Ahmedabad

Ahmedabad news: અમદાવાદના એસ.જી.હાઈવે પર બ્રુ-રૉસ્ટ કાફેમાં ચાલતા હુક્કાબારમાં દરોડા

Timeછેલ્લું અપડેટ : 29 May 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: અમદાવાદના એસ.જી.હાઈવે પર બ્રુ-રૉસ્ટ કાફેમાં ચાલતા હુક્કાબારમાં દરોડા

Ahmedabad news:  અમદાવાદ શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજ પોલીસે એક કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડયા હતા. જેમાં હર્બલ ફ્લૅવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી સરખેજ પોલીસે બ્રુ-રૉસ્ટ કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડી મુદ્દામાલ કબ્જે લઈ આગળની 
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

App Store

મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલા જાણીતા એસ.જી.હાઈવે પર બ્રુ-રૉસ્ટ કાફેમાં ચાલતા હુક્કાબારમાં સરખેજ પોલીસે દરોડા પાડયા હતા. જેમાં રૂપિયા 50  હજારના ભાડા પેટે ચલાવતા આણંદના જસ્ટિન પરેરા નામનો વ્યકિત આ હુકકાબાર ચલાવતો હોવાની વિગતો સામે આવી હતી.

આ હુક્કાબારમાંથી સરખેજ પોલીસને હર્બલ ફલેવરની આડામી નિકોટીનયુક્ત ફલેવર ઝડપાઈ હતી. જેથી પોલીસે 13 જેટલા હુક્કા અને 13 હુક્કાની ફલેવરને જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી ન શકે તે માટે આ હુક્કાબારના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામીદ અને વિનય તિવારી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે, સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.