Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Police Recruitment: Physical test result declared; 1.10 lakh candidates will appear for written exam, know all the details

ગુજરાત પોલીસ ભરતી: શારીરિક કસોટીનું પરિણામ જાહેર; 1.10 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, જાણો તમામ વિગતો

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત પોલીસ ભરતી: શારીરિક કસોટીનું પરિણામ જાહેર; 1.10 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે, જાણો તમામ વિગતો
સોર્સ : GSTV

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આજે(25 ફેબ્રુઆરી) શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.

App Store

શારીરિક કસોટીમાં 1.10 લાખથી વધુ ઉમેદવારો પાસ
ભરતી બોર્ડની અખબારી યાદી મુજબ, શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. પાસ થયેલા ઉમેદવારોનું વિભાજન નીચે મુજબ છે:

પુરુષ ઉમેદવારો: 74,591

મહિલા ઉમેદવારો: 36,074

લેખિત પરીક્ષાની સંભવિત તારીખ
શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસશે. બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ યોજવાની પૂરેપૂરી સંભાવના છે. ઉમેદવારોને અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.

આ ભરતી પ્રક્રિયા (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) અંતર્ગત 10 લાખથી વધુ ફોર્મ કન્ફર્મ થયા હતા. રાજ્યના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર 21 ફેબ્રુઆરી, 2026થી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે 3,93,558 ઉમેદવારો (જેમાં PSI અને બંને કેડરના ઉમેદવારો સામેલ હતા)ની કસોટી લેવામાં આવી હતી. ઉમેદવારો પોતાનું વ્યક્તિગત પરિણામ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.