Gujarat news: રાહુલ ગાંધી 26મી તારીખે ગુજરાતની મુલાકાતે, નવા નિયુક્ત કોંગ્રેસના જિલ્લા પ્રમુખો રહેશે હાજર

ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાહુલ ગાંધી 26મી તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જે રીતે સરકાર વિરોધી જનઆક્રોશ ભભૂક્યો છે તે જોતાં વિપક્ષોની ગુજરાત પર નજર ઠરી છે.
ગુજરાત જાણે પોલિટીકલ એપી સેન્ટર બન્યું હોય તેમ
અત્યારે ગુજરાત જાણે પોલિટીકલ એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે જ અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખનો પદભાર સંભાળ્યો છે. હાઈકમાન્ડે સુષુપ્ત અને મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઈકમાન્ડે મોરચો સંભાળ્યો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 26મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. આણંદમાં નવા નિયુક્ત કરાયેલા જિલ્લા પ્રમુખો માટે ત્રણ દિવસના તાલીમ કાર્યક્રમમાં હાજરી આપશે.. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અસરકારક ઉપયોગ, વિરોધ પ્રદર્શન અને અન્ય મહત્વના મુદ્દાઓ પર નવા પ્રમુખને માર્ગદર્શન આપશે..રાષ્ટ્રીય નેતૃત્વના અગ્રણી નેતાઓ પણ આ તાલીમમાં ગુજરાતના નેતાઓને માર્ગદર્શન આપશે.આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

