Gandhinagar news: નાણામંત્રી કનુ દેસાઈ સાથે ગોપાલ ઈટાલિયાએ ફોટો પડાવતા વિવાદ, આપ ધારાસભ્યએ કર્યો ખુલાસો

ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાના વીડિયો બાદ હવે ગોપાલ ઈટાલીયાના નાણામંત્રી કનુ દેસાઈ સાથેનો ફોટો સામે આવ્યો છે. જેને લઈ ઘણા તર્કવિતર્ક થઈ રહ્યા છે. ઈટાલીયાએ કર્યું અમે નાણામંત્રીને રજૂઆત કરવા ગયા ત્યાં કોઈએ ફોટો પાડી દીધો. બજેટ ગુજરાતનું છે કોઈ પક્ષનું નથી. બજેટમાં તમામ ધારાસભ્યોના સૂચન લીધા હોત તો બજેટ સારૂ જાહેર થાત.
ગાંધીનગરમાં નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને વિપક્ષે નબળું ગણાવ્યું છે. ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે આ બજેટમાં સામાન્ય જનતા માટે કોઈ જ ફાયદો જોવા મળતો નથી. 'બજેટ આખા ગુજરાતનું છે, કોઈ પક્ષનું નહીં' તેમ જણાવી ધારાસભ્યોએ તમામ સભ્યોના સૂચનો લેવાની હિમાયત કરી હતી.નાણાંમંત્રીને રજૂઆત કરવા ગયેલા સભ્યોએ જણાવ્યું કે જો લોકશાહી ઢબે સૂચનો લેવાયા હોત તો વધુ સારું બજેટ આપી શકાયું હોત. રજૂઆત દરમિયાન ફોટો પાડવા જેવી બાબતોને લઈ પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી.

