Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gandhinagar: Gujarat Police Recruitment Board announces marks for unarmed PSI exam

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા
સોર્સ : GSTV

ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પેપર 1-2 પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(26 ડિસેમ્બર) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે.

App Store

બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર

પોલીસ ભરતી બોર્ડ મુજબ, બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયામાં પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર 2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 40 કે તેથી વધુ અને 40થી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. ભરતી સંબંધિત વધુ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.