Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Congress joins farmers' rally before Gandhinagar march

VIDEO : ગાંધીનગર કૂચ પહેલાં ખેડૂત રેલીમાં કોંગ્રેસ જોડાઈ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેકટર રહેલી પહોંચે તે પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો પણ ખેડૂતોના આંદોલનમાં જોડાયા છે...પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ સાંસદ ગેની બહેન સહિતના કોંગ્રેસના આગેવાનોએ ખેડૂત રેલીમાં જોડાયા હતા..અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી હતી...પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને નવી ક્રાંતિની ચેતવણી આપી.

App Store

અમદવાદમાં ટ્રેક્ટર રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે કહ્યું કે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે. ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠા કહેવાય, એ પરાકાષ્ઠા હવે હદ ઉપર જતી રહી છે.   આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે. ત્યારે ખેડૂતની આ હાય ક્યારેય ખાલી ન જાય. ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે..અને કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા ઉઠાવતી રહેશે.

ટોપિક્સ:gstvgstv newsgandhinagarcongress