Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Before Diwali, the state government announced to give festival advance to ST employees

Gandhinagar news: દિવાળી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, STના કર્મચારીઓને તહેવાર પેશગી આપવાની કરી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: દિવાળી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, STના કર્મચારીઓને તહેવાર પેશગી આપવાની કરી જાહેરાત
સોર્સ : GSTV

Gandhinagar news: દિવાળીના તહેવાર પર ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ST નિગમના 36,000થી વધુ કર્મચારીને હવે રૂપિયા 10,000 'તહેવાર પેશગી એડવાન્સ' તરીકે આપવામાં આવશે. 

App Store

ગુજરાતના નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. જેમાં સરકારે દિવાળી પહેલા GSRTCના ફિક્સ પગારના કર્મચારીઓને બદલે તમામ કર્મચારીઓને 'તહેવાર પેશગી એડવાન્સ'ની રકમ અપાશે.

જેમાં નિગમના તમામ કર્મચારીઓને હવે  10,000 રૂપિયા 'તહેવાર પેશગી એડવાન્સ' તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને રૂ.5,000 સુધી આ પેશગી મળતી હતી. આ ઉપરાંત, આગામી 26મીથી 30મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસ.ટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રાઈવમાં લીકેજ નળની મરામતની કામગીરી શરૂ કરાશે.