Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Asst Municipal Commissioner in-charge of GMC caught taking bribe of Rs 1 lacs

VIDEO: ગાંધીનગર મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBના સપાટાથી કચેરીમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: ગાંધીનગર મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBના સપાટાથી કચેરીમાં ફફડાટ
સોર્સ : GSTV

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBનો સપાટો જોવા મળ્યો છે. ACBએ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. ભ્રષ્ટાચાર પર ACBના પ્રહારને પગલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.

App Store

ગાંધીનગરમાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગર મહા નગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસે 1 લાખની લાંચની માંગણી કરતાં ફરિયાદીએ ACBને જાણ કરી હતી. આ પછી ACBએ છટકુ ગોઠવીને આરોપી ઉપેન્દ્રને ગાંધીનગરની ઓફિસમાંથી લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. 

ઘટના એમ છે કે, ફરિયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરિયાદીએ એક ગ્રાહકને વાહન વેચ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં વાહનના ટેક્સ ભરવા બાબતે વિસંગતતા ઊભી થઈ હતી. સમગ્ર મામલે આરોપી ઉપેન્દ્રએ ટેક્સ ભરવાની બાબતે ફરિયાદ ન કરવા અને એજન્સીનું લાયસન્સ રદ ન કરવા માટે ફરિયાદી પાસે રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદીએ ગાંધીનગર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીએ રંગે હાથે પકડ્યો છે.