Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat news More than 700 farmers deprived of agricultural assistance even for 6 months

Gujarat news 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય ચૂકવવામાં સરકારના ગલ્લાતલ્લા

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય ચૂકવવામાં સરકારના ગલ્લાતલ્લા
સોર્સ : GSTV

ચોમાસામાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. પરિણામે દિવાળીની મોડી સાંજે રાજ્ય કૃષિ વિભાગે 1138 કરોડ રૂપિયાનું કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી. આ વાતને 6 મહિના વીત્યા છે ત્યારે હજુ પણ 700થી વધુ ખેડૂતોને સહાય મળી શકી નથી.

App Store

ખુદ કૃષિ વિભાગે વિધાનસભામાં કબૂલાત કરી

ગુજરાતના ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની છે. કારણ કે, એક બાજુ, ખાતર, બિયારણથી માંડીને ખેત મજૂરી મોંઘી થઈ છે. સિંચાઈના પાણી-વીજળીની સમસ્યાથી ખેડૂતો પીડિત છે. અથાગ મહેનતના અંતે પણ પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે કુદરત પણ રુઠી છે. અતિવૃષ્ટિને પગલે બનાસકાંઠા સહિત કુલ છ જિલ્લાના ખેડૂતોને સહાય માટે રાજ્ય કૃષિ વિભાગે હજુ 700થી વધુ ખેડૂતોને સહાય ચૂકવી નથી. ખુદ કૃષિ વિભાગે વિધાનસભામાં આ વાતની કબૂલાત કરી છે.

આ ઉપરાંત કૃષિ વિભાગે વધુ એક 10 હજાર કરોડ રૂપિયાનું પણ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું, તેમાં પણ ઘણાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યાં પછીય ખેડૂતોને પૈસા ચૂકવાયા નથી. માત્ર દ્વારકા જિલ્લામાં જ 971 ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ છે. પરંતુ પૈસા ચૂકવવામાં કૃષિ વિભાગ ગલ્લાતલ્લાં કરી રહ્યું છે.